ikhedut portal 2023 yojana list released by Gujarat government. Any farmer can apply online for agricultural schemes at ikhedut.gujarat.gov.in official website. Read this article to know how to fill i khedut 2023 yojana online registration form as well as check ikhedut yojana application status.

આપ કે આપના કુટુંબીજનો ખેતી વ્યવસાયમાં હોય તો આપ www.eshram.gov.in પર મોબાઇલથી સ્વનોંધણી / CSC / e-gram સેન્ટર પર આધાર કાર્ડ , મોબાઇલ નંબર તથા બેંક ખાતાની વિગતો સાથે મુલાકાત લઇ વિનામુલ્યે કાર્ડ મેળવો.

About ikhedut.gujarat.gov.in Portal

રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.

i-ખેડૂત અંતર્ગત મુખ્ય સેવાઓ

  • યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી - કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત રાજ્ય હસ્તકનાં ખાતાના વડાઓ, સોસાયટીઓ, બોર્ડ, કોર્પોરેશન ધ્વારા વિવિધ વ્યક્તિલક્ષી/ સંસાધન લક્ષી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવતી યોજનાઓનો લાભ ખેડૂતોને સહેલાઇથી મળી રહે અને આ બાબતે પારદર્શકતા જળવાઈ રહે તે હેતુથી i-ખેડૂતપોર્ટલ ધ્વારા તમામ યોજનાઓનો અમલ કરવામાં આવનાર છે. 
    • ખેડૂતોએ i-ખેડૂતપોર્ટલમાં જોઈતી ખેત સામગ્રી/મશીનરી/અન્ય ઘટકોની પસંદગી કરવાની રહે છે.
    • i-ખેડૂતપોર્ટલમાં જે તે બાબત માટે ઓનલાઈન અરજી કરી તે અરજીની પ્રિન્ટઆઉટ કઢાવી ખેડુતે અરજીફોર્મ પર સહી/ અંગુઠો કરી સબંધિત ખાતાની કચેરીમાં રજૂ કરવાની રહેશે.
    • અરજી કર્યા બાદ તે અંગેનું સ્ટેટસ ખેડૂતો ઓનલાઈન જોઈ શકશે.
  • ડિલર પાસે ઉપલબ્ધ ક્રુષિ વિષયક સાધન સામગ્રીની વિગતો - 
    • ગુજરાત રાજયમાં રાસાયણિક દવા, ખાતર અને બિયારણની સેવાઓ પૂરા પાડતા ઈનપુટ ડીલરોની માહિતી i-ખેડૂતપોર્ટલમાં આપવામાં આવી છે.
    • જેમાં જે તે ઈનપુટ ડીલરોને વખતો વખત તેમનાં પાસે ઉપલબ્ધ ખેત સામગ્રી અને ઉત્પાદનોની વિગતો અપડેટ કરવાનીસગવડ કરવામાં આવી છે.
    • ખેડૂતો પોતાનાં વિસ્તારનાં ઈનપુટ ડીલરો પાસે તેને જોઈતી ખેત સામગ્રી ઉપ્લબ્ધ છે કે નહી, કેટલી કિમતે ઉપલબ્ધ છે તે વિગતો પોર્ટલ થકી ઘરે બેઠા જાણી શકશે
  • કૃષિ ધિરાણ આપનાર બેંક/ સંસ્થાની માહિતી - i-ખેડૂત પોર્ટલમાં કૃષિ ધિરાણ સાથે જોડાયેલી વિવિધ સંસ્થા જેમકે બેંક અને સહકારી મંડળીઓનાં નામ અને સરનામા સહિત વિગતો આપવામાં આપવામાં આવી છે
  • અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી - 
    • રાજ્યમાં એગ્રો – ક્લાઇમેટિક ઝોનવાર પાક પધ્ધતિ, મુખ્ય પાકોની આધુનિક ખેત પધ્ધતિ, પાકોમાં રોગ-જીવાત અને તેનું નિયંત્રણ સહિતની વિવિધ વિગતો i-ખેડૂત પોર્ટલમાં ઉપલબ્ધ છે.
    • પશુઓમાં થતાં મુખ્ય રોગો, રોગ નિયંત્રણ માટેના ઉપાયો સહિત મત્સ્ય, કૃષિ અને સંલગ્ન શિક્ષણ વગેરેની અદ્યતન માહિતી i-ખેડૂત પોર્ટલમાં ફક્ત એક ક્લિક ધ્વારા મેળવી શકાશે.
  • કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવ - 
    • ખેડૂતોને પોતાનાં કૃષિ પેદાશોનાં એપીએમસી ખાતેના ભાવો અંગેની વિગતો હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ હશે.
    • આજુબાજુનાં વિસ્તારમાં કઈ મંડળી/એપીએમસીમાં ઉત્પાદનના શું ભાવ ચાલી રહ્યા છે, જે તે દિવસનાં જે તે કોમોડિટી માટેના ખૂલતાં અને બંધ બજારનાં ભાવ, આગળનાં વર્ષોમાં જે તે સમયમાં જે તે કોમોડિટીનાં ભાવ વગેરે વિગતો ખેડૂતો સીધા મેળવી શકશે
  • હવામાનની વિગતો - 
    • હવામાનની માહિતી ખેડૂતોને સમયસર મળતી રહે તો ખેડૂતો પાક માટે સિંચાઇ, રોગ-જીવાત નિયંત્રણનાં આગોતરા પગલાં વિગેરેની વ્યવસ્થા સમયસર કરી શકે છે.
    • i-ખેડૂત પોર્ટલમાં ખેડૂતો પોતાનાં વિસ્તારનાં હવામાન કેવું છે અને આવનાર ટૂંકા ગાળામાં કેવું રહેશે એની વિગતો આસાનીથી મેળવી શકે છે.
  • ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ - પાકની કઈ જાત સૌથી વધુ ઉત્પાદન આપે છે ?, વાવણીનો યોગ્ય સમય ક્યો ?, પિયત કેટલું આપવું?,રોગ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે તો શું કરવું?, દુધાળા ઢોર ઓછું દૂધ આપે છે શું કરવું ? જેવા અનેક મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ i-ખેડૂત પોર્ટલમાં ઉપલબ્ધ છે
  • ખેતીની જમીન ખાતાની વિગતો - રાજ્યમાં કોઇ પણ ગામની ખેતીલાયક જમીનની ૭/૧૨ની વિગતો જોઇ શકાશે.

ikhedut Yojana List 2023

  • Then go to scheme name and hit "Click here to apply" link. 
  • For eg - In 'અન્ય યોજનાઓ' section, we want to apply for "બટાટા અને લાલ ડુંગળી માટે સહાય" scheme. So we have to click "અરજી કરવા અહીં ક્લિક કરો" link.
  • Then page containing ikhedut agriculture scheme details will open.
  • Here at this page, click "અરજી કરો" link to fill ikhedut gujarat scheme application form.
  • Read instructions and proceed to complete ikhedut yojana online registration process.

Ikhedut Portal Login

  • On homepage, click "Login" link to open Gujarat ikhedut portal login page.
  • Enter username, password and click "Login" button to make ikhedut portal login.